મુક્તિ માંગી; ભૂલ કરી,
સચ્ચિદાનંદ માગ્યું; ભૂલ કરી.
સહશરીર સાથે લઈ જવાની માગ કરી; અજ્ઞાનતા કરી,
જીવનમાં સફળતા માગી; ભૂલ કરી.
પ્રેમ માંગ્યો; ભૂલ કરી,
ના તારો કોઈ વિચાર કર્યો; ભૂલ કરી.
એ કેવી નાદાનિયત કરી; ખાલી માગણીઓ કરી,
મૂર્ખતાભર્યા વર્તન કર્યા; ભૂલ કરી.
કર્તા પોતાને માન્યો; ભૂલ કરી,
માફી માંગ્યા પછી પણ આરજૂ કરી; કેવી મૂર્ખતા કરી.
બસ હવે તારા શરણાં આવવું છે,
તારામાં પૂર્ણ સમર્પણ કરવું છે.
- ડો. હીરા