પ્રભુ તું, પ્રભુ તું, જીવનમાં બસ ખાલી પ્રભુ તું,
ન મારું કોઈ અસ્તિત્વ રહે, ના મારું કોઈ વજુદ રહે.
ખાલી પ્રભુ તું રહે, ખાલી પ્રભુ તું રહે,
મારું શું, મારું શું, જીવનમાં ના આ પ્રશ્ન ઊઠે.
પ્રભુ ખાલી તું રહે, પ્રભુ ખાલી તું રહે,
વ્યાપાર નથી કરવો આ દિલનો, પ્રેમ ભરપૂર રહે.
હાલે દિલમાં ખાલી તું રહે, આ પ્રાણોમાં ફક્ત તું રહે,
ના કોઈ બીજા વિચાર રહે, ના કોઈ ઈચ્છા રહે.
હર પળ ખાલી તું રહે, હર પળ ખાલી તું રહે,
સમજણમાં ના કાંઈ બીજું ઊતરે, અનુભવમાં તું રહે,
વ્યવહારમાં તું રહે, આ હૃદયમાં ખાલી તું વસે, એ જ અંતરની અભિલાષા.
- ડો. હીરા