સુમંગલ થાય, બધાનું ભલું થાય,
આનંદ થાય, બધાનો ઉદ્ધાર થાય.
જ્ઞાનનો વરસાદ થાય, બધાનો વિકાસ થાય,
જીવનચર્યા સફળ થાય, બધાનો સંઘર્ષ ખતમ થાય.
શાંતિ થાય, બધાને પોતાની ઓળખાણ થાય,
ધ્યાન થાય, બધાને મંઝિલની પ્રાપ્તિ થાય.
નિસ્વાર્થ કર્મ થાય, અજ્ઞાનતા ખતમ થાય,
બધાને પરમાત્માની ઓળખાણ થાય.
યુદ્ધ ખતમ થાય, મિત્રતાના મિલન થાય,
બધાને એક બીજા માટે સાચો પ્રેમ થાય, એવું સુમંગલ થાય.
- ડો. હીરા