ન મુક્તિ જોઈએ ના આ સૃષ્ટિ જોઈએ છે,
મને તો બસ તારી સાથે એકરૂપતા જોઈએ છે.
ના સચ્ચિદાનંદ જોઈએ છે, ના વૈભવ આરામ જોઈએ છે,
મને તો બસ તારો જ સંગાથ જોઈએ.
ના કોઈ પદ જોઈએ છે, ના કોઈ મંઝિલ જોઈએ છે,
બસ તારા મિલનનો સૂર જોઈએ છે.
ના અલગતા જોઈએ છે, ના કોઈ માગણી છે,
બસ ખાલી તું અને તું જોઈએ છે.
ના આઝાદી જોઈએ છે, ના જીવનમાં કોઈ આરજુ જોઈએ છે,
તારા સિવાય પ્રભુ બીજું કાંઈ ન જોઈએ, બસ તું અને તું જોઈએ.
- ડો. હીરા