પ્રેમ કરાવો એવો કે પોતાનું અસ્તિત્વ ભૂલી જાઉં,
સ્નેહ વરસાવો એવો કે આનંદમાં ઝૂમી જાઉં,
જ્ઞાન પ્રકટાવો એવો કે આઝાદ પંછી બની જાઉં,
જીવન જવાડો એવું કે માન અભિમાનથી પરે થઈ જાઉં,
પ્રેરણા આપો એવી કે નિસ્વાર્થ કર્મો કરી જાઉં,
મિલન કરાવો એવું કે બધી અલગતા વિસરી જાઉં,
તારા સંગ રાસ રચાવો એવો કે શરીર ભાન ભૂલી જાવ,
તારા સ્મરણમાં ડુબાડો એવું કે બધી ઈચ્છા ભૂલી જાઉં,
તારી છબી એવી દિલમાં સ્થાપો કે ગમા-અણગમા વિસરી જાઉં,
અજ્ઞાન હટાવો એવું કે ભવસાગર પાર કરી જાઉં.
- ડો. હીરા