મારા મનના મંદિરમાં આવી ને બેસો,
મારા ભાવોમાં તમે સતત રહેજો,
મારા અંતરમાં સદા હસ્તા રહેજો,
હર પળ તમારામાં સતત રાખજો,
તમારા ઈશારે ચાલતા રાખજો,
જીવનના હર મોડ પર સંગે રહેજો,
તમારા સ્મરણમાં સતત રાખજો,
હર હાલમાં તમારી સાથે રાખજો,
તમારા ચરણકમલમાં સ્થાન આપજો,
સતત સેવાનુ નિત્ય કામ કરાવજો.
- ડો. હીરા