જે તારી ઈચ્છા, એ જ મારી ઈચ્છા,
જેમ તું રાખે એમ જ મારે રહેવું.
જે તું કરાવે એ જ મારે કરવું,
જેમ તું જીવાડે એમ જ મારે જીવવું.
આ જ છે મારી ઈચ્છા, આ જ છે મારી રુતબા,
ન મારું અસ્તિત્વ જોઈએ છે, ન કોઈ વજુદ જોઈએ છે.
ખાલી તારી એકતા, તારામાં સમર્પણ જોઈએ છે,
જેટલું જીવાડે, એ તારી ઈચ્છા.
જે કરાવે, એ પણ તારી ઈચ્છા,
ન કોઈ સુખ દુઃખના લેણ જોઈએ છે, કોઈ અમરત્વ જોઈએ છે.
તારી અંદર બસ એક સ્થાન જોઈએ છે,
તારા ઈશારે ચાલવું એજ અંતરની શ્રદ્ધા જોઈએ છે.
- ડો. હીરા