તને પ્રેમ એવો કરાવ કે પોતાની જાત ને ભૂલી જાઉં,
તારામાં એકરૂપ એવી કર કે પોતાની ઓળખાણ પામી જાઉં,
તારા સ્વરોમાં એવી ખોવડ઼ાવ કે તારા સૂરોમાં મઘહોશ થઉં,
તારી પ્રીત એવી જગાડ કે આ દુનિયાને ભૂલી જાઉં,
આનંદમાં એવી ડુબાડ કે આ જીવનના બધા ગમ ભૂલી જાઉં,
હિમ્મત મારામાં એવી જગ઼ાડ કે રાહના બધા ભય ભૂલી જાઉં,
નિર્ભયતા અભયતા એવી આપ કે વિશ્વાસમાં પામી જાઉં,
સંજોગોથી ઉપર ઉઠતા એવું શિખડાવ કે જીતને પામી જાઉં,
સંકુચિતતા આ દિલમાંથી એવી હટાવ રે બધાને અપનાવી લઉં,
હાર-જીતથી ઉપર ઉઠાવ કે સ્થિરતાના સિતારા પર પહોચી જાઉં.
- ડો. હીરા