સમયની રફતાર ચાલતી રહે છે,
ધીરજની ઝણકાર છુટતી રહે છે,
અનમોલ ઘડી ઘટતી રહે છે,
સ્વયંની પુકાર ખામોશ પડ઼ી રહે છે,
શ્વાસોના શ્વાસ થમી રહ્યાં છે,
અંધકારમા માનવી ડૂબી રહ્યો છે,
ઓળખાણ પોતાની વિસરી રહ્યો છે,
જીવનમાં માનવી પોતાને ખોતો રહ્યો છે,
ઈશ્વરની પોકાર વિસરી રહ્યો છે,
હર પળ મરણ તરફ આગળ વધી રહ્યો છે.
- ડો. હીરા