સમર્પણની દોર પકડ઼વી છે, વિશ્વાસની સીડી ચડવી છે,
તું જ પ્રેમમાં ડૂબવું છે, તારા મારા અંતરને ખતમ કરવું છે.
આજ્ઞાનું પાલન કરવું છે, તારા ઈશારે ચાલવું છે,
હર પળ તારું સ્મરણ કરવું છે, હર પળ તારામાં રહેવું છે.
જ્ઞાનમાં સતત રમવું છે, આનંદમાં સતત ઝૂમવું છે,
કાર્ય તારા કરવા છે, તારા પ્રેમની મિલકતને પામવી છે.
પૂર્ણ આ જીવન કરવું છે, અપૂર્ણતાને ત્યજવી છે,
તારા દિલમાં વસું છે, તારી આંખોમાં ખૂદને નિરખવું છે.
વિચારોમાં શૂન્ય થાવું છે, તારામાં એક થાવું છે,
હર પળ અનંતમાં જીવવું છે, સમયની પરે ખિલવું છે.
- ડો. હીરા