આંખ ખોલું તો તું દીસે, આંખ બંઘ કરું તો તું અંતરમાં ઊતરે,
તારું નામ લેતા લેતા, તારામાં ખોવાઈ જાઊં.
વિચારો બઘા સમાપ્ત થાય, ખાલી તારો વિચાર રહે,
અહેસાસ શરીરનો તૂટી, તારા અહેસાસમાં સમાઉં.
મન તારામાં ખોવાઈ જાય, હૃદયમાં તારો પ્રેમ ફૂટે,
આ સ્થિતિ આપોઆપ થાય, પ્રેમમાં સમાઈ જાઉં.
સતત તારા ઈશારે ચાલું પૂર્ણ મિલન થાય,
બાકી બધું ભૂલી, તારા અસ્તિત્વમાં સમાઈ જાઉં.
ઊંઘ વિસરાઈ જાય, હર પળ તારી સાથે જોડાણ રહે,
તારી સાથે સતત રહી, તારામાં પોતાની જાતને ભૂલી જાઉં.
- ડો. હીરા