મૂર્ખતાભર્યા વ્યવહાર કર્યા આખા જીવનભર,
તારા સમીપ આવ્યો તો પણ ના બદલ્યો દૂર તારાથી રહ્યો જીવનભર,
અજ્ઞાનતામાં રહી, જ્ઞાની પોતાને માન્યો જીવનભર,
ઈશારે તારા ચાલવાને બદલે, ઈચ્છાઓ પાછળ ભાગતો રહ્યો જીવનભર,
ધર્મના નામ પર દંભ કર્યા અને છતાં છેતરતો રહ્યો પોતાને જીવનભર,
આવી અવસ્થામાં ભ્રમમાં રહ્યો હું જીવનભર,
અવજ્ઞા કરી તારી, ચાલ્યો પોતાના રસ્તે જીવનભર,
ચાલ ના સુધારી બુદ્ધિથી મૂર્ખ બન્યો જીવનભર,
પ્રેમ ને મોહનું અંતર ન જાણી બંધાતો રહ્યો જીવનભર,
ક્રોધ અને કામમાં રચ્યો જીવનભર, કર્મો બાંઘ્યા જીવનભર.
- ડો. હીરા