શું તારી અવસ્થા છે, ઓ માનવી શું એની તને ખબર છે?
ક્યાં તું ચાવ્યો છે, આગળ મૃત્યુની મુલાકાત છે, શું એની તને ખબર છે?
ના સુધર્યો, ના કોઈને સુધરવા દીધા, શું એની તને ખબર છે?
માગી માગી બન્યો તું તો ભિખારી, દાન દેવા પછી શું ચાલ્યો, શું એની તને ખબર છે?
લાચારીની ઓઢણી પહેરી, અસહાય પોતાની જાતને માની, શું એની તને ખબર છે?
મોહના બંધનમાં ડૂબ્યો, શરીર સાથે જકડાયો, શું એની તને ખબર છે?
લાલચ અને લોભમાં ફસાયો, સુરક્ષિતાનું નામ એને આપ્યું, શું કર્યું એની તને ખબર છે?
વિચારોના ભ્રમમાં રમ્યો, ખોટા નિર્ણયો લીધા, શું એની તને ખબર છે?
મલિનતામાં પ્રશંસા ગોતી, ખોટી વાહ-વાહમાં ફસાયો, શું એની તને ખબર છે?
જીવન વેડ઼ફયું, પ્રેમને વિસરી ગયો, કર્મોમાં ફસાયો શું એની તને ખબર છે?
- ડો. હીરા