વિચારોની કશિશ અને સમુદ્ર મંથનની કોશિશ,
એક જ સમજાવે છે કે પ્રભુ જ બધું કરે છે.
અંતરની ઓળખાણ અને પ્રેમનું બલિદાન,
એક જ શિખવાડે છે કે જીવનની સચ્ચાઈ શું છે.
ધ્યાનમાં અભિમાન અને સાધનામાં આડંબર,
એક જ દેખાડે છે કે લાલચ અને અહંકારમાં મનુષ્ય જીવે છે.
ગ્રંથોની વાણી અને સંતોની કુરબાની,
એક જ સમજાવે છે કે પ્રભુ મિલન વગર બીજી કોઈ મંઝિલ નથી.
સાગરની ગહરાઈ અને તારાલાઓની ચમક,
એક જ જતાવે છે કે ગંભીરતા અન ધૈર્ય વગર બીજો કોઈ રસ્તો નથી.
- ડો. હીરા