શું કરશું બધું જાણી ને, એનાથી કાંઈ નહીં મળે,
શું કરશું બધું પામી ને, એનાથી કાંઈ શાંતિ નહીં મળે,
શું કરશું બધું સોંપીને, એનાથી છુટકારો નહીં મળે,
શું કરશું બધું છોડીને, એનાથી જવાબદારી નહીં છૂટે,
જ્યાં સુધી સાચી સમજણ નથી, ત્યાં સુધી સાચા વ્યવહાર નથી,
જ્યા સુધી સાચો પ્રેમ નથી, ત્યાં સુઘી સત્યનો રસ્તો નથી,
જ્યાં સુધી વિશ્વાસ નથી, ત્યા સુધી સહન કરવાની શક્તિ નથી,
જ્યાં સુધી આવડ઼ત નથી, ત્યાં સુધી કરવાની ક્ષમતા નથી,
આ બધું થશે, જ્યારે ગુરુ કૃપા થશે, જ્યારે આપણી તૈયારી હશે,
આ બધું થશે, જ્યારે જાગૃતિ હશે અને પ્રભુને પામવાની ઈચ્છા થશે.
- ડો. હીરા