એક વાર પ્રભુને પ્રેમથી યાદ કરશો, તો એ જરૂર સાંભળશે,
એકવાર પ્રભુને સાચી રીતે આવકારશો, તો એ જરૂર આવશે.
એકવાર પ્રભુને જીવનમાં સાથે રાખશો, તો એ જરૂર સાથી બનશે,
એકવાર પ્રભુને જોશો, તો બધે જ પ્રભુ દેખાશે.
એકવાર પ્રભુમાં જીવશો, તો એ જરૂર જીવન સંવારશે,
એકવાર પ્રભુને બોલાવશો, તો એ જરૂર પાસે આવશે.
એકવાર પ્રભુના પ્રેમની સાથે રમશો, તો એ જરૂર હસાવશે,
એકવાર પ્રભુનો આભાર વ્યક્ત કરશો, તો એ જરૂર વધારે આપશે.
એકવાર પ્રભુને પોકારશો, તો એ જરૂર કાર્ય કરશે,
એકવાર પ્રભુને પોતાની મંઝિલ બનાવશો, તો એ જરૂર મંઝિલે પહોંચાડશે.
- ડો. હીરા