આદર અને સન્માન, હર કોઈને જોઈએ છીએ,
પ્રેમ અને આવકાર, હર કોઈને જોઈએ છીએ.
ધ્યાન અને જ્ઞાન, હર કોઈને જોઈએ છીએ,
ધારણા અને પ્રાર્થના, હર કોઈ કરે છે.
ધીરજ અને ગંભીરતા, હર કોઈ એ રાખવી જોઈએ,
જીગ્યાસા અને અભિપ્રાય, હર કોઈ ને અજાણ્યા કરે છે.
મહેફિલ અને રોનક, હર કોઈને ગમે છે,
જીવન અને મરણ, એ જ હર કોઈની હકીકત છે.
તકલિફ અને તક્કલૂફથી, હર કોઈ ગુજરે છે,
જહાનુમ અને જન્નત, એજ હર કોઈની કશ્મકશ છે.
ગીતા અને કુરાન, એ હર કોઈ ન સમજે,
પ્રાણ અને અરમાન, હર કોઈ ન છોડી શકે છે.
સંગાથ અને સૌગાત, હર કોઈને જોઈએ છીએ,
પ્રભુમિલન અને પ્રભુ પહેચાન, એ કોઈક જ ને મળે છે.
- ડો. હીરા