કાતિલ તારી અદાએ, આ જીવન સુધારી નાખ્યું,
બેમિસાલ તારી ચાલે, આ જીવન સંવારી લીધું.
ગજબ તારી મિસાલે, આ જીવનમાં રાહ બતાડી દીધી,
પ્રબળ તારી ઈચ્છાએ, આ જીવનને બદલાવી નાખ્યું.
તારા પ્રેમના સંગીતે, આ જીવનને ખિલાવી દીધું,
અરમાન તારા હૃદયના, આ જીવનને જીવાડી દીધું.
જ્ઞાન તારા અહેસાસનો, આ જીવનને પ્રકાશિત કરી દીધું,
ઓળખાણ તારી હસ્તિની, આ જીવનને જાગૃત કરી દીધું.
ધીરજ તારી પ્રબલતાની, આ જીવનમાં ચાલતા શિખડાવી દીધું,
અમુલ્ય તારી મસ્તીએ, આ જીવનને તારા રંગથી રંગી નાખ્યું.
- ડો. હીરા