મધુર આ વાણીના સંગીતમાં દિલ ઝૂમે છે,
આ કાતિલ શબ્દોના બાણ સામે આ મન સુધરે છે.
તારી આ ખામોશીની ગેહરાઈ સામે અંતર મારું ખિલે છે,
આ તારી અનોખી રીતથી, જીવન મારું વિકશે છે.
તારા લેખના જ્ઞાન, આ દિલમા તો ઉતરે છે,
યાદો તારી સ્વરૂપ લઈ, આંખો સામે તો રમે છે.
તસવીર તારી જીવંત થઈ, એકરૂપતા તો આપે છે,
આનંદની આ ફિતરતમાં, ખાલી રૂમઝૂમ કરતા મનડું નાચે છે.
સારાંશ આ સારનો સમજી બુદ્ધિમાં તું ઉતરે છે,
આત્માના જોડ઼ાણમાં રહીને, પરમાત્માને તો સાધીયે છીએ.
- ડો. હીરા