‘ઓટાબાયોગ્રાફી ઑફ એ યોગી’ વાંચી તો તું થોડો સમજમાં આવ્યો,
‘સર્ચ ઑફ સંકરેડ ઈન્ડિયા’ વાંચી, તો તું થોડો અંતરમાં ઊતર્યો,
‘જ્ઞાનેશ્વરી’ વાચી તો તારી રીત થોડી સમજાણી’
‘ભજન’ મીરાના સાંભળ્યા તો પ્રીત થોડી જાગી,
‘ત્રીપૂરા રહસ્ય’ વાંચી તો રહસ્ય તારા થોડા સમજાણા,
‘શિવ-સૂત્ર’ વાંચી તો તારા સૃષ્ટિના કાયદા સમજાણા,
ઉપનિષદના સાર વાંચ્યા, તો સત્ય થોડું સમજાણું ,
‘જૈન’ સિદ્ધાંતો વાંચી, શૂન્યકારા થોડું સમજાણું,
પણ જ્યાં સુધી તારી કૃપા ના વરસી, સાધના અધૂરી લાગી,
જ્યાં સુધી બધું પુસ્તકીયુજ્ઞાન ના છોડયું સાચું જ્ઞાન અંતરમાં પ્રગટ ના થયું,
એક જ રસ્તો સમજાણો, બધું તું જ કરે છે, બધું તારા હાથમાં છે,
એક જ અહેસાસ જાગ્યો, બધી જ તારી કૃપા છે, બધી જ તારી કૃપા છે.
- ડો. હીરા