સમયની રફતાર ચાલી રહી છે, જીવનની ઘડીઓ ઓછી થઈ રહી છે,
આનંદ જીવનમાં ઉભરાઈ રહ્યો છે, જ્યાં કૃપા તારી સતત વરસી રહી છે.
પ્રેમ અંતરમાં ખિલી રહ્યો છે, જ્યાં તારો પ્રેમ સ્પર્શી રહ્યો છે,
હર એક પળમાં તારો અહેસાસ મળી રહ્યો છે, જ્યાં તારી ઓળખાણ પ્રાપ્ત થઈ રહી છે.
જ્ઞાન બધું પ્રગટ થઈ રહ્યું છે, તારી દિવ્યતાનો આભાસ થઈ રહ્યો છે,
કૃતજ્ઞ આ દિલ થઈ રહ્યું છે, જ્યાં તારા આશીર્વાદમાં એ ઝૂમી રહ્યું છે,
શાંતિનો અનુભવ થઈ રહ્યો છે, જ્યાં બધો ખ્યાલ તું રાખી રહ્યો છે.
- ડો. હીરા