રુતબાની શાયરી લખતા, અઝૂબા બની ગયા,
પ્રેમની ગલીઓમાં ફરતા ફરતા માશૂક બની ગયા,
અંતરમાં ઊતરતા ઊતરતા સાધક બની ગયા,
પ્રભુ તને યાદ કરતા કરતા, તારા જેવા બની ગયા,
ગમને ભૂલતા ભૂલતા, ગમગીન બની ગયા,
આનંદમાં રહેતા રહેતા, નિંરકારી બની ગયા,
જ્ઞાનમાં રમતા રમતા, તેજોમય બની ગયા,
જીવનમાં હસતા હસતા, જવાબદાર બની ગયા,
ઈશારા સમજતા સમજતા મજેદાર બની ગયા,
તારા પ્રેમમાં ડૂબતા ડૂબતા, પૂર્ણ પ્રેમ બની ગયા.
- ડો. હીરા