તું શું કહેવા માગે છે, એ સમજાતું નથી,
તું જે બનાવા માગે છે, એ બનવું નથી.
તું જે આપવા માગે છે, એ જોઈતું નથી,
તું જે કરવા માંગે છે, એ ગમતું નથી.
આ હાલત છે હર માનવીની, હાલત છે તારા હર એક જીવની,
છતાં તું કરે છે, છતાં તું સુધારે છે.
છતાં તું આપે છે, છતાં તું પમાડે છે,
આ છે કૃપા તારી આ છે, નિસ્વાર્થ પ્રેમ તારો,
જે કોઈને સમજાતું નથી, છતાં આ છે અપાર કૃપા તારી.
- ડો. હીરા