તારી સમજ સામે બીજી કોઈ સમજ ચાલતી નથી,
તારા પ્રેમ સામે બીજો કોઈ પ્રેમ ગમતો નથી.
તારા વિશ્વાસ સામે બીજો કોઈ વિશ્વાસ ટકતો નથી,
તારા હૈયામાં વસ્યા વગર બીજું કોઈ સ્થાન ગતમું નથી.
તારી પ્રીત સામે બીજી કોઈ રીત જચતી નથી,
તારા જ્ઞાન સામે બીજું કોઈ જ્ઞાન ટકતું જ નથી.
તારા હાસ્ય સામે બીજું કોઈ રુદન ટકતું નથી,
તારા વ્યવહાર સામે બીજા કોઈ આચરણ સાચા નથી,
તારી રીત સામે આ દુનિયાની રીત સમજાતી નથી.
- ડો. હીરા