હું જેવો પણ છું પણ તારો છું,
હું જ્યાં પણ છું, તું પણ ત્યાં જ છે.
તું અવિનાશી છે, હું પણ તો એજ છું,
તું પરમાર્થી છે, હું પણ તો તારી છબી છું.
તું જ્ઞાનનો સાગર છે, હું લેહરાતી નદી છું,
તું પ્રેમનો ભંડાર છે, હું પણ તો તારું જ સર્જન છું.
તુ વિશ્વાસનો ડુંગર છે, હું તો તારી બાળ છું,
તું અનાદી કાળથી છે, હું પણ તો તારી સાથે જ છું.
તું કોઈથી પણ અલગ નથી, હું એ વાતથી અંજાણ છું,
તું જ બધે છે અને હું માં પણ તો તું જ છે.
- ડો. હીરા