હર એક સમસ્યાનો હલ મળે છે જ્યારે ઈશ્વરને સોંપીએ છીએ,
હર એક ઈચ્છાની તૃપ્તિ મળે છે, જ્યારે ઈશ્વરને સોંપીએ છીએ.
હર એક ક્રૂરતાનો નાશ થાય છે, જ્યારે ઈશ્વરમા રમીએ છીએ,
હર એક વિધ્નનો રસ્તા ખૂલે છે, જ્યારે ઈશ્વરને પોકારીએ છીએ.
હર એક વિશ્વાસને બળ મળે છે, જ્યારે ઈશ્વરના શરણમાં જઈએ છીએ,
હર એક આશીર્વાદનું ફળ મળે છે જ્યારે ઈશ્વરમાં ખોવાઈએ છીએ.
હર એકને શાંતિ અનુભવાય છે, જ્યારે ઈશ્વરમાં એક થઈએ છીએ,
હર એકને નિર્મલ આનંદ મળે છે, જ્યારે ઈશ્વરમાં લીન થઈએ છીએ.
હર એકને સંજીવની મળે છે, જ્યારે આ શરીરભાન ભૂલીએ છીએ.
- ડો. હીરા