તારી રીત કેવી નિરાળી છે, હર એક તારા સ્વરૂપની રીત નિરાળી છે,
કોઈ જંગલમાં બેસી જગતનું કલ્યાણ કરે છે.
તો કોઈ દેશ- વિદેશ ઘૂમી જગતને આત્મસાત કરે છે,
કોઈ લંગોટમા રહી અંજાન રહે છે.
તો કોઈ પ્રવચન આપી લોકોને બદલે છે,
કોઈ બિલાડીની જેમ શિષ્યનું ધ્યાન રાખે છે.
તો કોઈ વાંદરી જેમ શિષ્યની દેખભાળ કરે છે,
કોઈ નિયમ,સંયમમાં રાચે છે.
તો કોઈ શિષ્યને સહજ રીતે બધું આપે છે,
પણ તારું હર એક સ્વરૂપ પ્રેમ તો એ જ રીત કરે છે,
તારા અનેક સ્વરૂપ હશે પણ પ્રેમની તો એક જ ભાષા છે.
- ડો. હીરા