સુખ આવે કે દુઃખ આવે, શું ફરક પડે છે
જ્યાં પ્રભુનું નામ સતત હોય, ત્યાં શું ફરક પડે છે
કામ મળે કે આરામ મળે, ત્યાં શું ફરક પડે છે
જ્યાં સ્મરણ સતત એનું રહે, ત્યાં શું ફરક પડે છે
નામ મળે કે અંજાન રહે, ત્યાં શું ફરક પડે છે
જ્યાં હરિના સતત દર્શન રહે, ત્યાં શું ફરક પડે છે
ઉપકાર મળે કે અપકાર મળે, ત્યાં શું ફરક પડે છે
જ્યાં પ્રેમ દિલમાં સતત વહે, ત્યાં શું ફરક પડે છે
જીવન મળે કે મૃત્યુ મળે, ત્યાં શું ફરક પડે છે
જ્યાં એકરૂપ છે આત્મા, ત્યાં શું ફરક પડે છે
- ડો. હીરા