હે પ્રભુ, એક જ પ્રાર્થના છે તને, કે તારામાં સમાવ
હે પ્રભુ, એક જ યાચના છે તને, કે નિર્ભય-અભય બનાવ
હે પ્રભુ, એક જ તડપ છે, કે સતત તારામાં જ રાખ
હે પ્રભુ, એક જ મંઝિલ છે, કે સતત તારા આનંદમાં રાખ
ન કોઈ ચિંતા સતાવે, ન કોઈ ફિકર ઊભી થાય
બસ એવા કાર્ય કરાવ, જે કાર્ય તને કરાવવા હોય
હે પ્રભુ, અલગતાની પહેચાન હવે વિસરાવ
હે પ્રભુ, આ તારા-મારાનો ભેદ હવે તું ભુલાવ
હે પ્રભુ, આ સીમિતાને હવે તું અસીમિત બનાવ
હે પ્રભુ, આ અંધકારમાંથી હવે તું પ્રકાશમાં લાવ
- ડો. હીરા