હે પ્રભુ, તારા વગર હવે જીવનમાં કાંઈ જોઈતું નથી
હે પ્રભુ, તારા વગર હવે જીવનમા કાંઈ ગમતું નથી
હે પ્રભુ, હવે દૂરી સહન થાતી નથી
હે પ્રભુ, હવે અલગતા ઝિલાતી નથી
હે પ્રભુ, તારા પ્રેમ વિહોણો હવે રહેવાતું નથી
હે પ્રભુ, તારા અહેસાસ વગર હવે શ્વાસ લેવાતો નથી
હે પ્રભુ, દિલની વાત તને કીધા વગર રહેવાતું નથી
હે પ્રભુ, તારાથી અલગતા હવે સહેવાતી નથી
હે પ્રભુ, આ જીવનમાં પીડા વગર કાંઈ રહેતું નથી
હે પ્રભુ, તારી કૃપા વગર કાંઈ જ થાતું નથી
- ડો. હીરા