તું જ બધું કરી શકે છે, તું જ મને બદલી શકે છે
તું જ મને પમાડી શકે છે, તું જ આ ‘હું’ ને મારી શકે છે
આ બાળને તું જ બહાર કાઢી શકે છે, તું જ બધું કરી શકે છે
ખોવાયો છું હું મઝધારમાં, હવે મારી નાવને કિનારા પર તું જ લાવી શકે છે
આ અંતરના અંધકારને, તું જ દૂર કરી શકે છે
સૂઝતું નથી શું કરવાનું, તું જ તો બધું કરી શકે છે
ત્યાં ને ત્યાં અટવાયેલો છું, તું જ બાહર કાઢી શકે છે
આ અંતરની વેદનામાંથી, તું જ તો પ્રકાશ આપી શકે છે
શું આ બાળની પોકાર સંભળાતી નથી, શું આ પોકાર સાચી નથી
એ પોકારમાં પણ શક્તિ તું જ ભરી શકે છે, તું જ બધું કરી શકે છે
- ડો. હીરા