કર્મની ગતિ, કોઈનાથી સમજાતી નથી
પ્રેમની મહેફિલ, હર કોઈ માટે સજતી નથી
જીવનની નૈયા, ગુરુ વગર પાર પડતી નથી
અંતરની ઓળખાણ, સંઘર્ષ વગર મળતી નથી
પ્રભુની કૃપા, પાત્રતા વગર ફળતી નથી
ઉમંગની ઊર્મિ, સમર્પણ વગર થાતી નથી
અંતરધ્યાન, ઈશ્વરની નજદીકતા વગર સંભવ નથી
જ્ઞાનનો આનંદ, પરમાનંદ સિવાય સંભવ નથી
પ્રેમની બુનિયાદ, આપ્યા વગર ટકતી નથી
વિવેકની સીડી, ગુરુચરણ વગર ચઢ઼ાતી નથી
- ડો. હીરા