સમય, સમયનું કામ કરશે
પ્રેમ, આનંદનું કામ કરશે
જીવન, આક્રોશનું કામ કરશે
પ્રભુ, દિવ્યતાનું કામ કરશે
ઘમંડ, આરોપનું કામ કરશે
સચ્ચાઈ, આંદોલનનું કામ કરશે
ગુરુ, સુધારવાનું કામ કરશે
મરણ, પરિણામનું કામ કરશે
કર્મો, શિખવાડનું કામ કરશે
કૃપા, એક નવા જીવનનું કામ કરશે
- ડો. હીરા