તારા સિવાય, બીજું કાંઈ જોઈતું નથી
તારા પ્રેમ વગર, બીજો કોઈ પ્રેમ ટકતો નથી
તારી કૃપા વગર, તારી મુલાકાત સંભવ નથી
તારા ધ્યાન વગર, બીજે ક્યાંય મન જોડવું નથી
તારા ભાવોમાં જ મનને સ્થિર કરવું છે
તારા પ્રેમમાં જ સતત નહાવું છે
તારી બંદગીમાં હર વક્ત રહેવું છે
તારા આંચળમાં જ હર પલ રમવું છે
તારી સ્ફૂર્ણામાં જ હર પલ રહેવું છે
તને અંતરમાં હર ક્ષણ નિહાળવો છે
તારામાં એક હવે તો થવું છે
- ડો. હીરા