જે સાંભળે છે. એ તો કરે છે,
જે સાંભળતા નથી, એ તો શંકા કરે છે.
જે પ્રેમ કરે છે, એ તો વિશ્વાસ કરે છે,
જે ખાલી ખોખલી પ્રીત કરે છે, એ તો બેવફાઈ કરે છે.
જે સમજે છે, એ તો આદર કરે છે,
જે સમજતા નથી, એ તો અજ્ઞાનતાના પ્રદર્શન કરે છે.
જે પ્રભુમય જીવે છે એ તો આનંદમાં રહે છે,
જે હર પળ ચિંતા કરે છે, એ તો હર પળ મરે છે.
જે નિતનવા ખેલ રચે છે, એ ભ્રમણ કરે છે,
જે ઈશ્વરમાં સ્થિર થઈ જાય છે, એ જ બ્રહ્મલોકને પામે છે.
- ડો. હીરા