પ્રભુ સાથે વાતો કરો તો પ્રભુ જરૂર વાતો કરશે,
પ્રભુ પાસે માગ માગ કરશો, તો પ્રભુ ચૂપ થઈ જાશે.
પ્રભુને અંતરમાં ઉતારશો, તો પ્રભુ જાગૃત કરશે,
પ્રભુને ખાલી પથ્થરોમાં શોઘશો, તો પ્રભુ સૂઈ જશે.
પ્રભુને પ્રેમ કરશો, તો એનો પણ પ્રેમ મહેસૂસ થશે,
પ્રભુ પાસે અપેક્ષા રાખશો, તો પોતાની જાતને બંધનમાં નાખશો.
પ્રભુને સમર્પિત રહેશો, તો પ્રભુ આખું જગ આપશે,
પ્રભુને સ્વાર્થનું સાધન બનાવશો, તો પ્રભુ દૂર રહી જાશે.
પ્રભુને જીવનમાં ઉતારશો તો એના જેવા બની જાશો,
પ્રભુ પાસે કાર્ય કરાવવા માંગશો, તો પ્રભુથી અલગ થઈ જાશો.
- ડો. હીરા