સમય ક્યારે બદલાશે, એ કોઈને ખબર નથી,
પ્રેમ ક્યારે હૈયામાં જાગશે, એ કોઈને ખબર નથી.
નિઃસ્વાર્થ કાર્યો ક્યારે થશે, એ કોઈને ખબર નથી,
વાલિયો ભીલ ક્યારે વાલ્મિકી બનશે, એ કોઈને ખબર નથી.
ગુરુકૃપા ક્યારે વરસશે, એ કોઈને ખબર નથી,
દાન-દયામાં નિર્લેપતા ક્યારે આવશે, એ કોઈને ખબર નથી.
અમીરસથી હૈયું ક્યારે ભરાશે, એ કોઈને ખબર નથી,
અંતરમાં સ્પષ્ટતા ક્યારે જાગશે, એ કોઈ ખબર નથી.
ધર્મની સ્થાપના ક્યારે થઈ જશે, એ કોઈને ખબર નથી,
પ્રભુમય ક્યારે થઈ જશું. એ કોઈને ખબર નથી.
- ડો. હીરા