શિવ, તારી મસ્તીના રંગમાં રંગાવું છે,
શિવ, તારા નૃત્યમાં અમને નાચવું છે.
શિવ, તારા પ્રેમમાં પોતાની જાતને ભૂલવી છે,
શિવ, તારી કૃપાના વારસદાર બનવું છે.
શિવ, તારા સ્મરણમાં સતત રહેવું છે,
શિવ, તારામાં નિર્ભયતાથી સ્થપાવું છે.
શિવ, તારામાં પૂર્ણતા જાગૃત કરવી છે,
શિવ, તારા આનંદમાં સદૈવ ઝૂમવા છે.
શિવ, તારા ઈશારે સતત ચાલવું છે,
શિવ, તારામાં હવે એક થાવું છે.
- ડો. હીરા