કોઈ ડરીને આવે, કોઈ ચિંતાથી આવે, પણ અમને નિર્ભય રાખો,
કોઈ અવિશ્વાસથી આવે, કોઈ અધિરાઈથી આવે, પણ અમને શ્રદ્ધામાં રાખો.
કોઈ જવાદારી થોપવા આવે, કોઈ ભાગવા માંડે, પણ અમને અભય રાખો,
કોઈ જીવનથી હારી જાય, કોઈ જીવનમાં તૂટી જાય, પણ અમને ધીરજમાં રાખો.
કોઈ નિરાશાથી આવે, કોઈ પ્રાણવંતા આવે, પણ અમને શક્તિમાં રાખો,
કોઈ અશાંત થઈ આવે, કોઈ, ઊતાવળમાં આવે, પણ અમને શાંતિમાં રાખો.
કોઈ સંઘર્ષથી ગુજરે, કોઈ બેઈમાનીમાં રહે, પણ અમને સત્યમાં રાખો,
કોઈ વેરથી આવે, કોઈ ઈર્ષ્યાથી આવે, પણ અમને સાવધાન રાખો.
કોઈ દંભથી આવે, કોઈ છળકપટથી આવે, પણ અને દ્રષ્ટાભાવમાં રાખો,
કોઈ ખરાબ ભાવથી આવે, કોઈ ઝૂલમ કરવા આવે, પણ અમને તમારા સાનિઘ્યમાં સતત રાખો.
- ડો. હીરા