લોકોની મરામત થતી હોય, ત્યારે તકલીફ થાય,
વિચારોની સમગતિ થતી હોય, ત્યારે તકલીફ થાય.
જીવન મરણના ખેલ હોય, ત્યારે તકલીફ થાય,
પ્રીતની બંદગીમાં જ્યાં આંદોલન હોય, ત્યારે તકલીફ થાય.
ઈચ્છાની અતૃપ્તિ થાય, ત્યારે તકલીફ થાય,
પરમધામની મુલાકાત જ્યાં ન થઈ હોય, ત્યારે તકલીફ થાય.
પરમ પૂજનીય આદર્શો પર ચાલવું પડે, ત્યારે તકલીફ થાય,
સાફ –સફાઈ જ્યાં આચરણમાં મુકાય, ત્યારે તકલીફ થાય.
જીવનની વિચિત્રતાનો જ્યારે સામનો થાય, ત્યારે તકલીફ થાય,
પ્રભુના શરણમાં જ્યારે મસ્તક ઝૂકે, ત્યારે જ આરામ થાય.
- ડો. હીરા