કોશિશ કરવી નકામી છે, જ્યાં ડરના આધારે ચાલીએ છીએ,
પ્રેમ કરવો નિષ્ફળ છે, જ્યાં પામવાની આશ પર ચાલીએ છીએ.
જીવન જીવવું વ્યર્થ છે, જ્યાં પ્રભુની સમીપતા અશક્ય છે,
જ્ઞાન પામવું નકામું છે, જ્યાં અભિમાન- અહંકાર જાગે છે.
દંભનો સહારો નિષ્ફળ છે, જ્યાં ભ્રમ તો એ પરિણામ છે,
અમર તત્ત્વ શોધવું નકામું છે, જે કાયમ છે, એને શોધવાનું શું છે.
ધર્મની વાતો નકામી છે, જ્યાં અંતર પરિવર્તન ન સંભવ છે,
ગુરુ ચરણ પામ્યા તો પણ શું, જ્યાં ગુરુને ન સમર્પિત છીએ.
આદર્શો પર ચાલવું નકામું છે, જ્યાં આદર્શોમાં કોઈ મંઝિલ નથી,
વ્યર્થ આ બધી કલ્પના છે, જ્યાં કલ્પનાની બહાર અસંભવ છે.
- ડો. હીરા