ગમ્મત કરીએ કે પછી સંકોચ કરીએ, સુત્રધાર આપણે છીએ,
લાલચ કરીએ કે પછી દાન કરીએ, બુદ્ધિ તો આપણી છે.
ધ્યાન કરીએ કે પછી જાપ કરીએ, ચાલવું આપણા હાથમાં છે,
પ્રેમ કરીએ કે વેર કરીએ, એનું પરિણામ તો આવવાનું છે.
સહજ રહીએ કે પછી આળસમાં રહીએ, એની અસર આપણા પર જ આવવાની છે,
જ્યોતિષશાસ્ત્ર માનીએ કે પુરુષાર્થ માનીએ, કર્મોના ખેલ આપણા હાથમાં છે.
જીવનમાં હસીએ કે રડીએ, એ આપણા સ્વભાવ પર આધાર છે,
પ્રભુને પામીએ કે માયામાં ખોવાઈએ, એ ગુરુ કૃપા પર નિર્ભર છે,
સંઘર્ષ આપણે ઉત્પન્ન કરીએ છીએ, ગમા-અણગમામાં આપણે રમીએ છીએ.
- ડો. હીરા