તને પામ્યા વગર કોઈ આરામ નથી,
તને મળ્યા વગર કોઈ ચેન નથી,
તને સાંભળ્યા વગર કોઈ મધુરપ નથી,
તને જોયા વગર કોઈ બીજું દ્રશ્ય નથી,
તને પોકાર્યા વગર કોઈ બોલ નથી,
તને સમજયા વગર કોઈ સમજ નથી,
તને વિચાર્યા વગર કોઈ વિચાર નથી,
તને પ્રેમ કર્યા વગર કોઈ પ્રેમ નથી,
તને જાણ્યા વગર કોઈ જ્ઞાન નથી,
તારામાં સમાયા વગર કોઈ જીવન નથી.
- ડો. હીરા