આધુનિક સમાજમાં પ્રાચિન વિચારોની ક્યાં જગ્યા છે?
અંતરના ઉંડાણમાં મારાપણાની ક્યાં જગ્યા છે?
વ્યવહારમાં કચાસ અને પોતાના ફાયદામાં ઈશ્વરની કઈ જગ્યા છે?
પરેશાન મનડામાં અને સંકુચિત દિલમાં પ્રેમની શું જગ્યા છે?
આધાર બીજાનો, જીવનમાં ના ઉઠાવવાનો, એમાં પ્રભુની શું હાજરી છે?
કર્મોના નિશાન અને અહંકારના બલિદાન, સુધરવાની શું મરજી છે?
દ્વાર બંધ રાખીને કોસવું બીજાને, એમાં આપણી જ વ્યથા છે,
વંચિત પળો અને ખોવાતું જીવન, એમાં સમજણની ક્યાં જગ્યા છે?
ગ્રંથો સમજાવે, શબ્દો ખાલી છેતરે, એમાં જ્ઞાનની શું જગ્યા છે?
આદર્શો જીવાડે અને પળો શીખવાડે, એમાં અંધકારની ક્યાં જગ્યા છે?
- ડો. હીરા