તમને મળવાની તડપ શું હજી બાકી છે?
તમને ઓળખવાની દ્રષ્ટિ શું હજી કાચી છે?
તમને રીઝવવાની સાધના શું હજી કાચી છે?
તમને પોકારવાના પોકાર શું હજી અધૂરા છે?
મળવા તમને ચાહિયે છીએ, સાંભળવા તમને માંગીએ છીએ?
એની મહેફિલ શું હજી ખાલી છે, શું હજી સાદી છે?
અંતરમાં જ્યારે તમે વસો છો, અંતરમાંથી બોલો છો,
તો શું હજી મન કાચું છે, શું હજી દિલ અસ્થિર છે?
આજ્ઞા તમારી ધારણ કરશું, ચિંધેલા માર્ગે તમારા ચાલશું,
શું હજી સાધના બાકી છે, શું હજી અંધકાર છવાયેલો છે?
સહશરીર શું માંગણી છે, શું હજી કોઈ એવી ઇચ્છા છે?
તમારામાં સમાવાનું ઝૂનુન છે, તમારામાં એકરૂપ થવાની જરૂર છે.
- ડો. હીરા