પ્રભુ તારો વાસ, એ જ છે મારું નિવાસ;
પ્રભુ તારો સાથ, એ જ છે મારો સંગાથ;
પ્રભુ તારો માર્ગ, એ જ છે મારી રાહ;
પ્રભુ તારી સમજ, એ જ છે મારી ફરજ;
પ્રભુ તારો પ્રેમ, એ જ છે મારું જોડાણ;
પ્રભુ તારી રમત, એ જ છે મારી ગમ્મત;
પ્રભુ તારું હાસ્ય, એ જ છે મારી મજા;
પ્રભુ તારું નામ, એ જ છે મારું પૂરું ધામ;
પ્રભુ તારી મંજિલ, એ જ છે મારી અંતિમ ચાહ.
- ડો. હીરા