અધ્યાય એક, અધ્યાય બે માં ફરક શું છે?
અંતે તો એનો સાર એક જ છે.
ગીતા, વેદ માં ફરક શું છે?
આખર ભાષાની સમજમાં ખાલી શબ્દોનો ફેર છે.
મનુષ્ય અને માનવીમાં ફરક શું છે?
મનની અવસ્થામાં ખાલી પ્રભુના અંશનો ફેર છે.
વિવાદ અને યુદ્ધમાં ફરક શું છે?
ખાલી મનથી આચરણનો ખેલ છે.
પ્રેમ અને વેરમાં ફરક શું છે?
મધ્યમાં તો એ જ છે, ભાવોના તો ખેલ છે.
સમજણ અને યોગ્યતામાં ફરક શું છે?
આખર મનની અવસ્થા અને દિલની ચાલાકતાના ખેલ છે
- ડો. હીરા