મુલાકાત એવી હતી, વિચારોની શામત હતી;
પ્રભુ તારી યાદમાં મારા દિલમાં દાવત હતી.
મહેફિલ એવી સજી કે હૈયામાં આનંદ વહેતો હતો,
પ્રેમ તો એવો સજ્યો કે અંતરમાં તો ઉમંગ જાગ્યો.
અનુકૂલ વાતાવરણ હતું, પ્રેમનું દર્પણ હતું,
પ્રભુ તારી મુલકાત હતી, તારા રંગમાં રંગાઈ હતી.
મનમાં ના કોઈ માગણી હતી, ઇચ્છા બધી તૃપ્ત હતી,
ઐશ્વર્યની બારાત હતી, પ્રભુ તારી તો દિલમાં છબી હતી.
સ્થિરતાની તો વાત હતી, સમયથી પર્યાપ્ત હતી,
ભાવોમાં અનુભવ હતો, પ્રભુ તારા પ્રેમની તો મિલકત હતી.
- ડો. હીરા