કોઈ કરે કોઈ ના માટે, એ સંભવ નથી;
કોઈ ઇચ્છા કરે કોઈના માટે, એ મતલબ નથી.
કરાવે છે એ એક પ્રભુ, લુભાવે એ એક પ્રભુ;
કોઈ કોઈનો ઋણી બને, એ સંભવ નથી.
પ્રભુનું કાર્ય પ્રભુ કરે, મુશ્કેલીમાંથી તો એ કાઢે;
કોઈ ઉપકાર કરે કોઈના માટે, એ મંજૂર નથી.
કોઈ અપેક્ષા રાખે કોઈના માટે, એ સમજણ નથી;
ગફલત વિચારોમાં આપણા, એમાં કોઈનો વાંક નથી.
કોઈ જીવે કોઈના માટે, એ તો જરૂર નથી;
જીવાડે સહુને પ્રભુ, એના વગર કાંઈ થાતું નથી.
- ડો. હીરા