પ્રાણી માત્ર આપણે રહી ગયા છીએ, પ્રાણી માત્ર રહી ગયા છીએ;
વિચારોનો નાચ આપણને બંદરની જેમ નચાવે છે.
વાસનાનું જોર આપણને પ્રેમ જ ભુલાવે છે;
ઈર્ષ્યાનો દંશ આપણને સર્પ બનાવે છે;
ક્રુરતાની હવસ આપણને વાઘ બનાવે છે;
મનની ચંચળતાનું જોર આપણને તકલીફ આપે છે.
કાયરતાની નિશાની તો ઝરખ આપે છે;
મતલબનો સહારો તો કબૂતર દેખાડે છે.
આવા આપણે થઈ ગયા છે, પ્રાણી માત્ર રહી ગયા છે
- ડો. હીરા